આદિ કૈલાસ અને ઓમ પર્વત યાત્રા (2024)
આદિ કૈલાસ અને ઓમ પર્વત યાત્રા વર્ષો થી એક અંદર દબાયેલી ઈચ્છા હતી માનસરોવર ની યાત્રા કરવાની.પરંતુ ચીન સરકાર એ અમુક વર્ષોથી પરમીટ આપવી બંધ કરેલ. થોડા સમય પહેલા આદિ કૈલાસ વિશે વર્ણન સાંભળી અને ઓમ પર્વત ના દર્શન કરવાનું મન પાક્કું કર્યું. 5-10-24 અમે એટલે કે હું અને શ્રી પ્રદીપ વોરા, યાત્રા નાં પ્રથમ ચરણ રૂપે વડોદરા થી ટ્રેન માં નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પહોંચ્યા.Waiting lounge માં એક વ્યક્તિ ના 10 રૂપિયા આપીને જેવું તેવું પ્રાતઃ કાર્ય પતાવ્યું. ચા પાણી પતાવી અજમેરી ગેટ જ્યાં ટ્રાવેલ કિંગ ના guide મયંક ને મળ્યા.સહ પ્રવાસીઓ સાથે ટેમ્પો ટ્રાવેલર્ માં ગોઠવાઈ ગયા.જેમાં ત્રણ મહિલાઓ,એક કપલ અને અમે બંને એમ સાત જણાએ હરિઓમ ના નાદ સાથે મુસાફરી નો આરંભ કર્યો. આગળ એક ભાઈ હલ્દવાની થી જોઈન થવાના હતા. રસ્તા માં જમવાનું પતાવી, 320 કિમી ની સુંદર પહાડી રસ્તા ની મુસાફરી કરી કેંચી ધામ પહોંચ્યા. કેંચિધામ : અહીં બાબા કરોલીવાળા ના આશ્રમ ની મુલાકાત લીધી, જેના વિરાટ કોહલી અને સ્ટીવ જોબ્સ...