Posts

ઉત્તર-પૂર્વ ભારતનો પ્રવાસ: આસામ, મેઘાલય અને અરૂણાચલ (2026)

Image
ઉત્તર - પૂર્વ ભારતનો પ્રવાસ : આસામ , મેઘાલય અને અરૂણાચલ (2026) A symbolic north eastern cultural gate in Tawang વર્ષ ૨૦૨૪ ના છેલ્લા માર્ચ મહિનાના પ્રવાસ બાદ ફરી એકવાર નવી ટ્રિપનું આયોજન મનમાં ઘડાવા લાગ્યું . અહીંના પહાડી વિસ્તારોમાં રહેલી શાંતિ અને સુંદરતાને કારણે હવે ઘણા સારા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ઊભા થયા છે , ખાસ કરીને મેઘાલય અને અરૂણાચલ પ્રદેશ ( જે આઝાદી બાદ NEFA તરીકે ઓળખાતું ). અમારા મિત્ર શ્રી પ્રદીપભાઈ વોરા અને મારા અગાઉના બે પ્રવાસની સફળતા પછી , આ ત્રીજા પ્રવાસનું આયોજન શરૂ થયું . ઘણું રિસર્ચ કર્યું અને અંતે ગૌહત્તી   ના ટ્રાવેલ એજન્ટ Travel space holidays ની પસંદગી કરી , કારણ કે અન્ય ઓપરેટરો સમાન સ્થળો માટે હોટેલના નામે વધારે પૈસા લેતા હોય તેવું લાગ્યું .   યાત્રાનો પ્રારંભ: ગૌહત્તી (ગુવાહાટી) આગમન તારીખ : ૨ માર્ચ , ૨૦૨૬ વડોદરાથી અમે બે અને સાથે મિત્ર શ્રી મુકેશ પૂજારા જોડાયા. વહેલી સવારે ૬:૨૦ ની ફ્લાઇટમાં બેસી ૯ વાગ્યે અમે ગૌહત્તી એરપોર્ટ પર ઉતર્યા. ત્યાં પ્રભાતકર્મ અને ચા-...

આદિ કૈલાસ અને ઓમ પર્વત યાત્રા (2024)

Image
આદિ કૈલાસ અને ઓમ પર્વત યાત્રા                               વર્ષો થી એક અંદર દબાયેલી ઈચ્છા હતી માનસરોવર ની યાત્રા કરવાની.પરંતુ ચીન સરકાર એ અમુક વર્ષોથી પરમીટ આપવી બંધ કરેલ. થોડા સમય પહેલા આદિ કૈલાસ વિશે વર્ણન સાંભળી અને ઓમ પર્વત ના દર્શન કરવાનું મન પાક્કું કર્યું. 5-10-24 અમે એટલે કે હું અને શ્રી પ્રદીપ વોરા, યાત્રા નાં પ્રથમ ચરણ રૂપે વડોદરા થી ટ્રેન માં નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પહોંચ્યા.Waiting lounge માં એક વ્યક્તિ ના 10 રૂપિયા આપીને જેવું તેવું પ્રાતઃ કાર્ય પતાવ્યું. ચા પાણી પતાવી અજમેરી ગેટ જ્યાં ટ્રાવેલ કિંગ ના guide મયંક ને મળ્યા.સહ પ્રવાસીઓ સાથે ટેમ્પો ટ્રાવેલર્ માં ગોઠવાઈ ગયા.જેમાં ત્રણ મહિલાઓ,એક કપલ અને અમે બંને એમ સાત જણાએ હરિઓમ ના નાદ સાથે મુસાફરી નો આરંભ કર્યો. આગળ એક ભાઈ હલ્દવાની થી જોઈન થવાના હતા. રસ્તા માં જમવાનું પતાવી, 320 કિમી ની સુંદર પહાડી રસ્તા ની મુસાફરી કરી કેંચી ધામ પહોંચ્યા.      કેંચિધામ : અહીં બાબા કરોલીવાળા ના આશ્રમ ની મુલાકાત લીધી, જેના વિરાટ કોહલી અને સ્ટીવ જોબ્સ...