ઉત્તર-પૂર્વ ભારતનો પ્રવાસ: આસામ, મેઘાલય અને અરૂણાચલ (2026)
ઉત્તર-પૂર્વ ભારતનો પ્રવાસ: આસામ, મેઘાલય અને અરૂણાચલ (2026)
![]() |
| A symbolic north eastern cultural gate in Tawang |
વર્ષ
૨૦૨૪ ના છેલ્લા માર્ચ
મહિનાના પ્રવાસ બાદ ફરી એકવાર
નવી ટ્રિપનું આયોજન મનમાં ઘડાવા લાગ્યું. અહીંના પહાડી વિસ્તારોમાં રહેલી શાંતિ અને સુંદરતાને કારણે
હવે ઘણા સારા ટૂરિસ્ટ
ડેસ્ટિનેશન ઊભા થયા છે,
ખાસ કરીને મેઘાલય અને અરૂણાચલ પ્રદેશ
(જે આઝાદી બાદ NEFA તરીકે ઓળખાતું).
અમારા
મિત્ર શ્રી પ્રદીપભાઈ વોરા
અને મારા અગાઉના બે
પ્રવાસની સફળતા પછી, આ ત્રીજા
પ્રવાસનું આયોજન શરૂ થયું. ઘણું
રિસર્ચ કર્યું અને અંતે ગૌહત્તી
ના
ટ્રાવેલ એજન્ટ Travel space holidays ની પસંદગી કરી,
કારણ કે અન્ય ઓપરેટરો
સમાન સ્થળો માટે હોટેલના નામે
વધારે પૈસા લેતા હોય
તેવું લાગ્યું.
યાત્રાનો
પ્રારંભ: ગૌહત્તી (ગુવાહાટી) આગમન
તારીખ:
૨ માર્ચ, ૨૦૨૬
વડોદરાથી અમે
બે અને સાથે મિત્ર શ્રી મુકેશ પૂજારા જોડાયા. વહેલી સવારે ૬:૨૦ ની ફ્લાઇટમાં બેસી ૯
વાગ્યે અમે ગૌહત્તી એરપોર્ટ પર ઉતર્યા. ત્યાં પ્રભાતકર્મ અને ચા-પાણી પતાવી અમે અમારા
ટૂર મેનેજર સાથે ટેમ્પો ટ્રાવેલરમાં ગોઠવાયા.
અમારી સફરની
શરૂઆત નદીની વચ્ચે આવેલી એક ટેકરી પર ઉમાનંદ મહાદેવના મંદિર થી થઈ. ટેકરીનું ચઢાણ થોડું
આકરું લાગ્યું. દર્શન માટેની લાઇન લાંબી હોવાથી બહુ સમય લાગે એમ હતું જેથી અમે બહારથી
દર્શન કરી સંતોષ માન્યો. ત્યારબાદ દરિયા જેવી દેખાતી બ્રહ્મપુત્રા નદી પર ક્રૂઝની સહેલ
કરી. નદીમાં સહેલ કરતા કરતા સૂર્યાસ્તના દર્શન કર્યા. બ્રહ્મપુત્રા નદી કૈલાસ પાસે
માનસરોવરથી ઉદગમ પામે છે, તેની લંબાઈ ૨૯૦૦ કિ.મી. છે, જેમાંથી ૯૧૬ કિ.મી. ભારતમાં વહે
છે. ત્યારબાદ રાત્રે હોટેલ પહોંચ્યા અને જમીને નિદ્રાધીન થયા.
![]() |
| Our group |
![]() |
| Enjoying on cruise |
![]() |
| Sunset on Bhramputra |
મેઘાલયની
હરિયાળી અને રાજભવનનું આતિથ્ય
તારીખ:
૩ માર્ચ, ૨૦૨૬
સવારે ૮ વાગ્યે
નાસ્તો પતાવી અમે મેઘાલય તરફ પ્રયાણ કર્યું. ૩ થી ૪ કલાકની મુસાફરી પછી સર્પાકાર રસ્તાઓમાં
થઈને અમે ઉમિયમ લેક પહોંચ્યા. લેક પર પહોંચવા માટે થોડુંક ચાલવું પડતું હોય છે. ત્યારબાદ
અમે એક ખાસ મુલાકાતે ગયા – ડો. બાલચંદ્રનના કોન્ટેક્ટ દ્વારા અમને મેઘાલયના ગવર્નર
શ્રી વિજય શંકરને મળવાની તક મળી. તેઓ શ્રીએ અમારા દરેક સભ્યનું હસ્તકલાનો ખેસ પહેરાવી
સ્વાગત કર્યું, અડધો કલાક જેટલી વાતો કરી અને ચા પાણી નાસ્તો કરાવ્યો અને રાજભવન બતાવવાની
સૂચના આપી.
![]() |
| Umiyam lake |
મેઘાલયનું રાજભવન
ખૂબ સુંદર છે જે લાકડાનું બનેલું છે. અમે ત્યાંનો ડાઇનિંગ હોલ અને VIP ગેસ્ટ રૂમ જોયા,
જ્યાં દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ રોકાતા હોય છે. ત્યારબાદ અમે સૌથી ઉંચી ટેકરી
એટલે કે 'શિલોંગ પીક' ગયા. ત્યાંથી શિલોંગનું વિહંગાવલોકન કર્યું. એની વસ્તી દોઢ થી
બે લાખની હશે. મુખ્યત્વે ખાસી અને જેંતિયા જાતિના લોકો વસે છે. એરફોર્સના કંટ્રોલમાં
હોવાથી અહીં ટૂરિસ્ટ વ્હીકલ એલાઉડ નથી પણ લોકલ ટેક્સી સર્વિસ તમને ત્યાં સુધી લઈ જાય
અને પાછા લઈ આવે જેનો ચાર્જ ૫૦ રૂ. છે. બાજુમાં 'એલિફન્ટ ફોલ્સ' આવેલ છે તે પણ ફક્ત
ચોમાસામાં જ એક્ટિવ હોય છે પણ સદનસીબે ધોધમાં થોડું પાણી આવતું હતું. ત્યાં જવા માટે
૧૫૦ કોંક્રિટના અનઈવન (અસમાન) પગથિયાં ઉતરીને નીચે જવું પડે છે. ત્યાં અમારા પગની પરીક્ષા
લેવાઈ ગઈ. રાત્રે અમે રિવર સાઈડ રિસોર્ટમાં રોકાયા. અહીંયા સાંજ વહેલી પડી જાય લગભગ
૪ વાગ્યે.
![]() |
| Raj Bhavan |
ભારત-બાંગ્લાદેશ સરહદ અને ઉમંગોટ નદી
તારીખ:
૪ માર્ચ, ૨૦૨૬
આજે અમારે બાંગ્લાદેશ
બોર્ડર પર આવેલા દાવકી (Dawki) ગામે જવાનું હતું. કાચા અને ખરબચડા રસ્તાઓ પર ૪-૫ કલાકની
મુસાફરી બાદ અમે ત્યાં પહોંચ્યા. અહીં ૧૩૦ વર્ષ જૂનો લોખંડના દોરડાવાળો મજબૂત બ્રિજ
છે, જેના પાયા નથી અને તેના પરથી ભારે ટ્રાફિક પસાર થાય છે.
![]() |
| Umgot river boating |
ઉમંગોટ નદી
એશિયાની સૌથી સ્વચ્છ નદી માનવામાં આવે છે. અહીં હોડીમાં સહેલગાહ કરવાનો ચાર્જ ૮૦૦/-
રૂપિયા છે. જોકે નવા બ્રિજના બાંધકામની ધૂળને કારણે પાણી થોડું ડહોળું હતું. નદીની
પેલે પાર ૫૦ ફૂટ છેટે જ બાંગ્લાદેશના નાવિકો દેખાય છે. સરહદ પર માત્ર સામાન્ય વાડ જ
છે અને BSF ની ચોકી આવેલી છે.
ચા નાસ્તો પતાવી
અમારા વાહન માં ગોઠવાયા. ચા નાસ્તો ની વ્યવસ્થા ખાસી જાતિની મહિલાઓ સંભાળે છે. ટૂરિસ્ટ્સ
નો ધસારો પણ અહીંયા સારો એવો જોવા મળે છે. આમ તો આ બોર્ડર આસામ સુધી લંબાય છે પણ અહીં
બોર્ડર ની એકદમ નજીક જવા મળે છે. મેઘાલય માં રોજગાર મૂળભૂત રીતે ટૂરિઝમ થી જ આવે છે.
પુરુષો હોડી ચલાવતા હોય છે અને મહિલાઓ ચા નાસ્તો ફ્રૂટ્સ વેચી ને ગુજારો કરતી હોય છે.
આ નદી આગળ જતા બાંગ્લાદેશ માં પ્રવેશે છે. ખેર અડધા કલાક ની નદી ની સહેલ પૂરી કરી કિનારે
આવ્યા. અહીં બે એક કલાક ગાળ્યા બાદ પરત જવા નીકળ્યા. રસ્તા પર પણ અમુક જગ્યા એ તાર
ની ફેન્સિંગ દેખાતી હતી. આવા પહાડી વિસ્તાર માં સરહદ ની આંકણી તથા રખેવાળી કેટલી અઘરી
છે એ ખ્યાલ આવે. સરકાર પણ સંરક્ષણ સાથે લોકો ને રોજગાર મળે તેવા સેના સાથે ના સહકાર
થી પ્રયત્ન કરે છે.
![]() |
| Bangladesh border |
ત્યાંથી અમે
એશિયાના સૌથી સ્વચ્છ ગામ 'માવલીનોંગ' ગયા. જે બે ત્રણ કલાક ની હાડમારી વાળો પ્રવાસ
રહ્યો. અહીંના લોકો પોતે જ ગામને પ્લાસ્ટિક મુક્ત રાખવાની જવાબદારી ઉપાડે છે. ત્યારબાદ
પ્રખ્યાત 'રૂટ બ્રિજ' (ઝાડના મૂળનો પુલ) જોવા ગયા જેનો મામૂલી ચાર્જ લેવામાં આવે છે.
ત્યાં વાંકાચૂકા પગથિયાં ઉતરીને જવું પડે છે. એ જ રસ્તા થી અમે પરત વળ્યા અને આજ નો
પ્રવાસ પૂરો થયો.
![]() |
| The Cleanest village |
![]() |
| Living root bridge |
ચેરાપુંજી:
ધોધ અને ગુફાઓનો પ્રવાસ
તારીખ:
૫-માર્ચ, ૨૦૨૬
હંમેશ
મુજબ ચા નાસ્તો પતાવી
અમે અમારા વાહન માં ગોઠવાઈ
ગયા અને એક વખત
આખા જગત માં સૌથી
વધારે વરસાદ વાળો એરિયા એટલે
કે ચેરાપુંજી તરફ નીકળ્યા. જેનું
નવું નામ સોહરા છે.
સામાન્ય રીતે દરેક જગ્યા
એ જવા માટે ૪
થી ૫ કલાક નું
ડ્રાઇવિંગ હોય છે. રસ્તા
માં પ્રખ્યાત ધોધ પણ આવતા
હોય છે જે લગભગ
ઇનએક્ટિવ હોય છે અને
સીઝનલ હોય છે. આ
તરફ આવતા પહેલા કન્ફર્મ
કરી લેવું. ચેરાપુંજી (સોહરા) ના રસ્તે અમે
સેવન સિસ્ટર અને નોહકલીખાઈ ધોધ
જોયા, પણ ચોમાસું ન
હોવાથી પાણી ઓછું હતું.
ત્યારબાદ 'ગાર્ડન ઓફ કેવ' માં
ગુફાઓ જોવા ગયા. અંદર
દાખલ થવું અને ચાલવું
થોડું અઘરું પડતું હતું. સપોર્ટ માટે લાકડીઓ પણ
મળતી હોય છે અને
વાંસ ના બાંબુ નો
પણ સપોર્ટ હોય છે. ગુફા
માં અમુક આકારો જેવા
કે મા ના પેટ
માં રહેલું બાળક અને હૃદય
આકાર જોવા લાયક હતા.
છેલ્લે ગુફાઓ ના બાપ સમો
સોરી માં સમી ગુફા
એટલે કે માવસમાઈ કેવ
જોવા ગયા. તેની વિગત
વાંચી ને જ ટાંટિયા
ઢીલા થઈ ગયા. ૧૫૦
મીટર ઉંડી, લપસણી અને વાંકાચૂકા ખડકોવાળી
ગુફામાં ચાલવું અઘરું હતું જેને કારણે
અમારા લગભગ દરેક સભ્યો
એ જવાનું માંડી વાળવું પડ્યું. ટૂર નો આખો
દિવસ ગુફાઓ જોવામાં રહ્યો અને પગ ની
બેટરી પણ જવાબ દઈ
ગઈ એટલે હોટેલ પર
ગરમ પાણી ના શેક
કરી, જમી ને સુઈ
ગયા. કારણ કે સવારે
વહેલું ૪ વાગ્યે ઉઠી
ને કાઝીરંગા જવાનું હતું.
![]() |
| Noahkalikai falls |
![]() |
| Mawsamai Cave |
![]() |
| Only guy from our group who was able to go inside cave.. Dr Bala. |
કાઝીરંગા:
એકશિંગી ગેંડાનું સામ્રાજ્ય
તારીખ:
૬ માર્ચ, ૨૦૨૬
નક્કી થયા પ્રમાણે
વહેલી સવારે ૪ વાગ્યે અમે નાસ્તા પાણી વગર કાઝીરંગા જવા રવાના થયા. રસ્તા માં પેહલા
તો ઠંડી પડતી હતી પણ આસામ તરફ આગળ વધતા ગરમી થવા લાગી. રસ્તા માં એક જગ્યાએ ચા નાસ્તો
પતાવ્યો. સૌ પ્રથમ રસ્તામાં ૧૨૬ ફૂટ ઉંચા 'મહામૃત્યુંજય મહાદેવ' ના દર્શન કર્યા. આજે
8 થી 9 કલાક ની મુસાફરી કરી 1 વાગ્યા ની આસપાસ કાઝીરંગા પહોંચ્યા. બપોરે ના 2:30 ના સ્લોટ
માં અમારું બુકિંગ હતું. અમારી સફારી ચાલુ થઇ. ઉબડખાબડ ધૂળ વાળા રસ્તા માં આશરે
450square km na એરિયા મા ફેલાયેલ કાઝીરંગા નેશનલ પાર્ક UNESCO હેરિટેજ સાઈટ છે. સફારી
દરમિયાન અમને એકશિંગી ગેંડા, હાથી અને હરણો ખૂબ જ આસાનીથી જોવા મળ્યા. આખા એશિયામાં
આ ગેંડાનો ૨/૩ હિસ્સો અહીં જ જોવા મળે છે. ત્યારબાદ સ્વખર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ
હતો જેમાં અમારે ઈચ્છા નોહતી
એટલે ના ગયા. રાત્રે ૯ વાગ્યે અમે અમારી હોટેલ પહોંચ્યા. હોટેલ એક્દુમ જોરદાર
છે. આવતી કાલે ભારત ના ઉત્તર પૂર્વ એરિયા એટલે કે અરુણાચલ તરફ ની મુસાફરી ચાલુ થવાની
છે. જેના પર ચાઇના પોતાનો દાવો કરે છે.
![]() |
| Kaziranga safari |
અરૂણાચલ
પ્રદેશ: શૌર્યગાથા અને સેલા પાસ
તારીખ:
૭-માર્ચ, ૨૦૨૬
સવારે નાસ્તો
પતવી અમે અરુણાચલ પ્રદેશ (ભારત-ચીન સરહદ) તરફ પ્રયાણ કર્યું. અમારું પ્રથમ રોકાણ 6૦૦૦
ફૂટની ઉંચાઈએ સુંદર દિરાંગમાં હતું. ૧૯૬૨માં યુદ્ધની યાદો તાજી. તેજપુર પાસે ઈન્ડિયન
એરલાઈન્સના મેનેજર બટુકભાઈ અંતાણી અને આર્મીમાં
બજાવતા રશ્મીકાંતભાઈ અંતાણી ને યાદ કર્યા. અહિંયા 1962 ના યુદ્ધ વક્તે ચીન નો કબજો
થોડા સમય પૂરતો રહ્યો હતો. સૌ પ્રથમ આમે ઓર્કિડ પાર્ક ખાતે ગયા જ્યાં જાત જાત ના ફુલ
જોવા મળે છે. પાછળ ખળ ખળ વેહતુ ઝરણું જોવા મળે છે. પહાડો ની વચ્ચે રસ્તો ધીમે ધીમે
ઉપર ચડતો હતો. રસ્તા માં નાગ મંદિર ના દર્શન કર્યા જે ટેકરી ઉપર સ્થિત છે અને ૧૩૫ પગથિયાં
ચડી ને ઉપર જવાય છે. ત્યારબાદ નદી ઉપરના વાયર
ના બનેલા ઝુલતા પુલ પર ચાલવા નો આનંદ લીધો. સાંજ બહુ વહેલી પડી જતી હોવાથી ૬ વાગ્યે
અમે દિરાંગ હોટેલ પહોંચી ગયા. આજે લગભગ દસેક કલાક ની મુસાફરી કરી દિરાંગ ખાતે હોટેલ
વાંગડી માં આવી પહોંચ્યા. હોટેલ સારી છે જમવાનું પણ સારું છે. ઠંડી સખત છે જેથી અમે
જમી ને સુઈ ગયા. આવતી કાલે તવાન્ગ જવાનું છે. આ પ્રવાસ માં મુસાફરી લાંબી હોવાથી પગ
જકડાઈ જતા હોય છે.
તારીખ ૮ માર્ચ: આ બધા વિસ્તારો સરહદ ની નજીક હોવાને કારણે army તથા તેમની મૂવમેન્ટ સારી એવી જોવા મળતી હોય છે. સવારે 8:00 વાગ્યે ગાડીમાં સામાન ગોઠવાઈ ગયો અને ચાય નાસ્તો પતાવી બસમાં ગરમ કપડા પહેરીને બેઠા. 10 ડિગ્રી ઠંડી લાગે છે આજે અમારા મિત્ર શ્રી પ્રદીપભાઈ નો જન્મદિવસ જન્મદિવસ છે. જે અમે હોટેલ ની અગાસી ઉપર ઉજવ્યો અને પ્રદીપભાઈ ને જન્મદિવસના અભિનંદન આપ્યા આજનો દિવસ તેમના માટે યાદગાર રહેશે.
![]() |
| Pradipbhai's birthday celebration |
અમે 'સેલા
પાસ' પહોંચ્યા. જ્યાં આપણી આર્મીની થાણું પણ
છે ટુરીસ્ટ માટે ચા પાણી શોપિંગ વગેરેની વ્યવસ્થા આર્મી તરફથી જ થાય છે. ગરમ કપડાં
બુટ ટોપી વગેરે ત્યાં સસ્તા મળતા હોય છે. 1962 ના જંગ વખતે આ જગ્યાએ જસવંતસિંહ રાવત
નામના જવાને બહાદુરીપૂર્વક અહીં ચીનના સૈનિકોનો સામનો કરેલ એમાં ત્યાની બે છોકરીઓ
(સેલા તથા નૂરા ) પણ સારી મદદ કરેલ તેથી તે
ઘાટ નુ નામ સેલાપાસ રાખ્યું છે. અહીં
આકાશમાં ગાઢ ધુમ્મસ હતું.
આર્મી તરફથી અહીં ગરમ પકોડા
અને ચા-પાણીની સરસ
વ્યવસ્થા છે. ૧૩,૦૦૦-૧૪,૦૦૦ ફૂટની
ઉંચાઈએ શહીદ જશવંત સિંહની
બહાદુરીની ગાથા સાંભળી રુવાડા
ઉભા થઈ ગયા. તેમણે
એકલા હાથે ૨૦૦-૩૦૦
ચીની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આજે પણ તેમનો પથારી
અને યુનિફોર્મ સાચવીને રખાયા છે અને તેમના
પરિવારને પેન્શન અપાય છે. ત્યાંથી
ઉપડી અમે બુદ્ધ મોનેસ્ટ્રી
તરફ ગયા. રસ્તામાં ધુમ્મસ
એટલું હતું કે ૨-૩ ફૂટથી આગળ
કંઈ દેખાતું નહોતું. જાણે વાદળા પર
ઉભા હોઈએ. ત્યાં પાંવ ભાજી નો
નાસ્તો કર્યો. અહીં ની તમામ
આવક આર્મી ના વેલફેર માટે
ઉપયોગ કરવા માં આવે
છે.
![]() |
| Sela paas |
![]() |
| Jawant garh |
ત્યારબાદ અમારા પૂર્વ નિયોજિત કાર્યક્રમ મુજબ તવાન્ગ લેક પર જવાનું હતું તે જગ્યા આર્મીએ બંધ રાખેલ છે કારણકે ત્યાં થીજી ગયેલા તળાવ પર કોઈ ટુરિસ્ટ લોકોએ તળાવ પાર ચાલવા ની કોશિશ કરી પણ વચમાં બરફ પાતળો હોવાને કારણે તૂટી જતા તેમાં તે લોકો ડૂબી ગયા જેના પેપર માં સમાચાર પણ આવ્યા હતા. રસ્તા ની આસપાસ પહાડીઓ માં બરફ જામેલો જોવા મળે છે. ધુમ્મસ ને કારણે અમારે તરત હોટેલ પર આવવું પડ્યું. બે ધાબળા, ગરમ કપડાં અને હીટર ને સહારે રાત પસાર કરી.

તવાંગ
અને LAC ની મુલાકાત
તારીખ:
૯- માર્ચ, ૨૦૨૬
આજે સવારે સમયસર
ઉઠી ચા નાસ્તો પતાવી અમારે વધારે ઊંચાઈ એટલે કે 15000 ફૂટ પર આવેલ બુમલા પાસ પહોંચવાનું
હતું. ઠંડી સખત છે પાંચ થી છ ડિગ્રી વચ્ચે તો હશે જ આ જ રસ્તે 1962 ની લડાઈ વખતે ચીની
સૈનિકો ભારતમાંથી પ્રવેશેલ અને ખૂંખાર લડાઈ થઈ હતી અને માર્યાદિત શસ્ત્ર સરંજામ ને
કારણે આપણા ગાન સેનિકો એ શહાદત વોહરેલી અને ગણા ચીની સેનિકો ને મારી પણ નાખ્યા હતા.
જેમને આખરે ત્યાં જ દફનાવા પડેલ. ચીની આર્મી અહીં થી આગળ વધીને ઠેઠ આસામના તેજપુર શહેર
લગી કૂચ કરી ગયેલ જે લગભગ 300 km થાય ગજબ કહેવાય આટલી ઉંચાઈ વાળા પહાડ ઉપર આટલું અંતર
કાપવું તે પણ 62 ની સાલમાં કમાલ કહેવાય. આખરે અમે LAC એટલે line of actual control પર આવી પહોંચ્યા એક વાત જણાવી દઉં કે અહીં બોર્ડર
પર બહારના વાહનોને લાવવાની મનાઈ છે. અમારે પણ અમારું વાહન હોટેલ માં મૂકી દેવું પડ્યું.
5000 થી 6000 રૂપિયા આપીને છ સવારી વાળી ગાડીમાં અમારે અહીંયા આવવું પડે છે. અહીં આર્મીનું
cantonment જેવું આવેલ છે. 1914 માં નક્કી
થયેલ Mac mohan રેખા બ્રિટીશરોએ નક્કી કરી હતી જે ચીની સરકાર માનવા તૈયાર નથી. 62 થી
લડાઈ બાદ હમણાં આ વિસ્તાર એટલે કે અરુણાચલ પ્રદેશ ને ચીની સરકાર પોતાનો ગણાવે છે એટલે
એને LAC કેહવા માં આવે છે. અહીં એક આર્મી ઓફિસર ટુરિસ્ટ લોકો સમક્ષ 1962 ની લડાઈ અંગેની
માહિતી આપે છે ત્યારબાદ બોર્ડર પર તમને યાદગીરી માટે એક ફોટો પણ પાડી આપે છે જેના
400 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોય છે. 15 મિનિટમાં ફ્રેમ સાથે ફોટો તૈયાર કરીને તમને
આપે છે આ સ્થળ થી 10 ફૂટ દૂર જ LAC આવેલ છે. ઠંડી સખત છે બે થી ત્રણ ડિગ્રી સખત પવન
અને સાધારણ સ્નો ફોલ પણ થાય છે. થોડા સમય પહેલાં બંને દેશના જવાનો વચ્ચે હાથાપાઈ મારામારી
પણ આ જ જગ્યાએ થયેલી. અમે થોડી નીચે ઉતરી પ્રખ્યાત લેક પર ગયા જેનું નામ કોયલા પિક્ચર
શૂટિંગ સ્થળ હોવાને કારણે માધુરી લેક પડ્યું છે.
![]() |
| Madhuri lake |
![]() |
| Meeting place for Army officers of India and China |
ત્યાંથી એશિયાના બીજા નંબરની બુદ્ધ મોનેસ્ટી ની વિઝીટ કરી. રાત્રે એરફોર્સ સ્ટેશન માં 1962 ના યુદ્ધ નું લાઈટ એન્ડ સાઉન્ડ દ્વારા શૉ બતાવાય છે તે જોયું. ત્યાંથી પરત હોટલ પર આવીને જમીને સુઈ ગયા. આવતીકાલે બોમદીલાં જવાનું છે
![]() |
| Buddhist Monasteri |
તારીખ:
૧0 માર્ચ, ૨૦૨૬
અમારો પ્રવાસ
આસ્તે આસ્તે અસ્તાચળ તરફ જઈ રહ્યો છે અમે અમારા પ્રવાસના આખરી સ્થળ એટલે કે બોમદીલાં તરફ જઈ રહ્યા છીએ જે લગભગ સાતથી આઠ હજાર ફીટની ઊંચાઈએ
આવેલ છે રાતનું રોકાણ હોટેલ કીટીમો માં છે. બોમદીલાં તરફ આગળ વધતા રસ્તા માં એક સુંદર
ધોધ જોવા મળે છે જેનું નામ નૌરંગ ધોધ છે. જે એક છોકરી નોરા (જેની બહાદુરી ની આપણે અગાઉ
વાત કરી) ના નામ સાથે જોડાયેલ છે. જે આશરે 100 meter ઉપરથી જમીન પર ખાબકે છે જે ફોટા
માં દેખાશે. અમે એકદમ નજીક થી ફોટાઓ પાડ્યા. બાજુ માંથી એક સુંદર નદી પણ વહે છે. જેનું
પાણી કાચ જેવું સ્વચ્છ છે. આ વિસ્તાર ને સાફ સુથરો રાખવા મામૂલી 50rs ની ફી લેવા માં
આવે છે. ધોધ ની મજા માણી રસ્તા માં એક જગ્યા એ ખાખરા થેપલા નું lunch પતાવી ને આગળ
વધ્યા. સાંજ પડતા હોટેલ કીટીમો (એટલે comfortable) પહોંચ્યા. હંમેશ ની જેમ સુંદર હોટેલ
સુંદર રૂમ અને સુંદર સ્ટાફ. રાતે જમી ને નિંદ્રાધીન થયા.
![]() |
| Tawang river near naurang fall |
![]() |
| Welcomed by our hotel in Tawang |
પરત
મુસાફરી: ભૂતાન બોર્ડર
તારીખ:
૧૧ માર્ચ, ૨૦૨૬
હવે અમારો પ્રવાસ
સમાપ્તિ તરફ હતો. નિયમ પ્રમાણે સવારે ચા નાસ્તો
પતાવી અમે ગૌહાતી તરફ આગળ વધ્યા. આજ આખા દિવસ ની મુસાફરી હતી પણ રસ્તા માં એક જગ્યા
એ ખબર પડી કે ભૂટાન ની બોર્ડર રસ્તા માં પડે છે. જેથી driver તથા manager જોડે વાત
કરી (ભૂટાન ની એન્ટ્રી અમારી iternary માં હતી નઈ ). તેઓ માની ગયા જેથી અમને ભૂટાન
ના દરવાજે ટકોરા મારવા ની તક મળી. આધાર કાર્ડ ચેક કરી ને એન્ટ્રી આપે છે. ત્યાં આહાર
restaurant માં દાળ ભાત નું ભોજન કર્યું. 2 છોકરીઓ આ બધું સંભાળતી હતી. ફોટા પાડી પડાવી
પાછા ગાડી માં ગોઠવાઈ ગયા. અને મુસાફરી ચાલુ કરી ને મોડી સાંજે ગૌહાતી માં એજ હોટેલ
માં આવી ગયા. અહીં અમારી ટૂર ની આખરી રાત વિતાવવા ની હતી.
![]() |
| Bhutan entrance |
વિદાય
અને સ્મરણો
તારીખ:
૧૨ માર્ચ, ૨૦૨૬
આ પ્રવાસની છેલ્લી સવાર હતી. 'ટ્રાવેલ
સ્પેસ હોલિડેઝ' ના owner મેડમ
પીયલ મજમુદાર અને એમના husband અમારા
ગ્રુપ ને મળવા માટે
આવ્યા. અમે અમારો સંતોષ
વ્યક્ત કર્યો. વિચારો નું આદાન પ્રદાન
કર્યું. ત્યારબાદ કામાખ્યા દેવી ના મંદિરે
ગયા. બઉજ લાંબી લઈને
હોવાથી બહાર થી જ દર્શન
નો લાભ લીધો. ત્યાંથી
એક બાલાજી મંદિરએ ગયા. અમારા દરેક
સભ્યો ની ફ્લાઈટ સાંજ
ની હોવા થી, રૂમ
બપોરે ખાલી કરી દેવો
પડે જેથી થોડો ગણો
સમય આમ તેમ પસાર
કરી અમે એરપોર્ટ પાર
પહોંચ્યા. ત્યાંથી સાંજે 5:10 ની ફ્લાઈટ પકડી
દિલ્લી પહોંચ્યા. દિલ્લી માં 2 કલાક નો હોલ્ટ
હતો. ટૂંક માં અમે
રાતે 12 બાગે અમદાવાદ આવી
પહોંચ્યા. કામ નસીબે અમારી
કેબ 1 કલાક મોડી આવી
એટલે રાતે ત્રણ એક
વાગે ઘર ભેગા થયા.
![]() |
| Kamakhya temple |
આમ એક નવા જ
વિસ્તારો નો થકવી નાખે તેવા છતાં
આનંદમય પ્રવાસ નો અંત આવ્યો.
જે અમને જિંદગીભર યાદ
રહેશે.
ટૂંક
માં અમારી મુસાફરી cooler થી heater અને heater થી cooler માં સમાપ્ત થઇ.
![]() |
| Last group pic along with Owner of our trip planner "Travel space holidays" |






























Comments
Post a Comment