બેંગ્લોર થી ઉડુપી રોડ ટ્રીપ 2026
બેંગ્લોર થી ઉડુપી રોડ ટ્રીપ 2026 St Mary's island દર વર્ષની પરંપરા મુજબ રિશીએ આ વખતે ઉડુપી જવાનો પ્લાન બનાવ્યો. ઉડુપી સાઉથ કર્ણાટકમાં આવેલું દરિયાકિનારે વસેલું સુંદર સ્થળ છે, જે બેંગલોરથી ૪૦૦ કિલોમીટર કરતાં વધુ દૂર સ્થિત છે. Day-1: 22/10/2026 અમે વહેલી સવારે ઉપડ્યા અને રસ્તામાં નાના-મોટા રોકાણો કરતા સાંજે માલપે (Malpe) બીચ પર પહોંચ્યા, જ્યાં અમારો મુકામ હતો. અમારું હોમ-સ્ટે વિલા માલપે દરિયાની સામે જ, માંડ ૪૦૦ થી ૫૦૦ ફૂટના અંતરે હતું. દરિયાના દર્શન ૨૪ કલાક થયા કરતા અને મોજાંનો ગુંજારવ રાત દરમિયાન સતત કાને પડતો રહેતો. સાંજે એ જ ઘર સામેના બીચ પર દરિયાની લહેરોનો આનંદ માણ્યો, ફોટા વગેરે ખેંચીને પરત ઘર ભેગા થયા અને આખા દિવસની મુસાફરી નો થાક ઉતાર્યો. Enjoying some fuljar soda on the way near Sakleshput Villa Malpe Day-2: 23/10/2026 બીજે દિવસે સવારે બોટમાં...